આંજણા વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકો શિકાર અનેક શ્રમજીવીઓ બની રહ્યા છે ત્યારે માથાભારે અને અનેક ગુનાઓમાં ઝડપાઈ ચુકેલ આરોપીઓના આતંકથી બચવા માટે શ્રમજીવી પરિવારે સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી.
આંજણા રેલ્વે ગરનાળા પાસે આવેલ મિલન નગરમાં રહેતા શ્રમજીવી પરિવારના અકીલાબાનુ અન્સારી અને મોહસીન શેખ સહિતનાઓએ સુરત પોલીસ કમિશનરને આપેલા આવેદન પત્રમાં જણાવ્યુ હતું કે તે આંજણા ફાર્મ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી માથાભારે અને અનેક ગુનાઓમાં ઝડપાઈ ચુકેલા તથા પાસાના આરોપી સલીમ ઉર્ફે કટલરી જબ્બાર સૈયદ, કલીમ ઉર્ફે માયા જબ્બાર સૈયદ અને ફારૂક ઉર્ફે મંગલી સૈયદનાઓ દ્વારા તેઓને હેરાન પરેશાન કરવામાં આવે છે અને જાનથી મારી નાંખવાની પણ ધમકી અપાઈ હોવાનો આવેદન પત્રમાં ઉલ્લેખ કરાયો છે.આંજણા વિસ્તારમાં ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક છે ત્યારે હવે આ શ્રમજીવી પરિવારને ન્યાય મળશે કે કેમ તે તો જોવુ રહ્યું...

0 Comments