સુરતમાં નવ વર્ષ 2021ના મંગળ પ્રવેશ સાથે આત્મનિર્ભર મહિલા અભિયાન એક્ઝિબિશનનું આયોજન કરાયુ હતું. જે એક્ઝિબિસનને સાંસદ દર્શના જરદોશના હસ્તે એક્ઝિબિશનનું ખુલ્લુ મુકાયુ હતું.
પાટીદાર સમાજ વાડી એમ. એમ. ખેની ભવન, આંબા તલાવડી રોડ ખાતે એક્ઝબિશન ખુલ્લુ મુકવામાં આવ્યું છે. સમસ્ત પાટીદાર સમાજ અને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગના સંયુક્ત ઉપક્રમે સુરત ડાયમંડ એસોસીએશન, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સૌરાષ્ટ્ર પાટીદાર સોશિયલ ટ્રસ્ટ અને લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર ઉપરાંત ઉમિયાધામ વરાછા, સુરતના સહયોગથી કોવિડ-19ના નિયમોને આધીન આત્મનિર્ભર મહિલા અભિયાન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આત્મનિર્ભર મહિલા અભિયાન એક્ઝિબિશનનું ઉદ્ઘાટન સુરતના સાંસદ દર્શનાબેન જરદોશના વરદ હસ્તે અને માજી મેયર નિરંજનભાઈ ઝાંઝમેરાની ઉપસ્થિતિમાં સમસ્ત પાટીદાર સમાજ વાડી એમ. એમ. ખેની ભવન, આંબા તલાવડી રોડ, અંકુર સ્કૂલની સામે, કતારગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓએ પોતાના હાથ બનાવેલી અને તૈયાર કરેલી વસ્તુઓને પ્રદર્શનમાં મૂકી છે.
પહેલી જાન્યુઆરી 2021 ના રોજ યોજાયેલા એક્ઝિબિશનમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના તમામ સભ્યો દ્વારા અને એક્ઝિબિશનમાં ભાગ લેનાર બહેનો દ્વારા બનાવેલા સ્ટોલ ઉપરની વિવિધ ચીજ વસ્તુ ખરીદવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. ઉપરાન્ત સુરત શહેરમાં અન્ય મહિલાઓ પણ આ એક્ઝિબિશનથી પ્રેરીત થાય તેવી અપીલ અને આહવાન કરવામાં આવ્યું હતું.


0 Comments