ઉનાળુ આવતા જ આગની ઘટનાઓ બને તે પહેલા જ ફાયર વિભાગ દ્વારા પાળા બાંધવાની શરૂઆત કરાઈ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે વારંવાર નોટીસો આપવા છતા પણ ફાયર સેફ્ટી ઉભી ન કરનાર અડાજણની રાજ પોઈન્ટની દુકાનો સાથે બે હોસ્પિટલોને પણ સીલ મારવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરાઈ હતી. સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બને છે અને ઉનાળામાં આગની ઘટનાઓમાં વધારો જોવા મળે છે ત્યારે ફાયર સેફ્ટી અંગે વારંવાર નોટીસો અપાઈ હોવા છતા પણ અનેક લોકો આજે પણ ફાયર સેફ્ટી ઉભી કરવામાં નિષ્ફળ નિવડ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા નોટીસો બાદ પણ ફાયર સેફ્ટી ઉભી ન કરનારાઓ સામે લાલ આંખ કરાઈ છે. જેમાં અડાજણ વિસ્તારમાં રાજ પોઈન્ટની 78 દુકાનો સાથે રાજ કોરિયન્ટની દુકાનો અને વેલકેર હોસ્પિટલ તથા મધુરમ હોસ્પિટલ અને શિશુ કેર હોસ્પિટલને સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ હતીફાયર વિભાગ દ્વારા ત્રણ ત્રણ વાર નોટીસો આપ્યા બાદ પણ ફાયર સેફ્ટી ઉભી ન કરાતા તમામ સામે પગલા લેવામાં આવ્યા છે..

0 Comments