મહાનગર પાલિકાઓની ચુંટણીમાં કોંગ્રેસને માત આપનાર ભારતીય જનતા પાર્ટીએ ગ્રામીણ ચુંટણીમાં પણ કોંગ્રેસને રકાસ આપ્યો છે. અનેક સ્થાનિય મુદ્દાઓ હોવા છતા લોકો સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહેલી કોંગ્રેસને મહાનગર પાલિકાઓ બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકામાં પણ પાછાપાની થવુ પડ્યુ છે.ગ્રામીણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રવિવારે યોજાયેલા મતદાનમાં મતદારોનો ઉત્સાહ દેખાયો હતો. હાલ મતગણતરી ચાલી રહી છે. જ્યારે સુરત જિલ્લામાં ભાજપના બે ઉમેદવાર બિનહરીફ જાહેર થયેલા છે. આ સાથે તાલુકા પંચાયતમાં ભાજપના 8 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. બારડોલી નગરપાલિકામાં 36 પૈકી 28 બેઠક પર જીત મેળવી ભજવો લહેરાયો છે. કડોદરામાં વોર્ડ નં-1માં ભાજપની પેનલનો વિજય થયો છે. મહુવા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે. તો આ સાથે આમ આદમી પાર્ટીએ સુરત જિલ્લામાં ખાતું ખોલ્યું છે. જો કે કોરોના કાળ બાદ અનેક મુદ્દાઓ હોય જેમાં પેટ્રોલ, ડિઝલ, રાંધણગેસ સહિત મોંઘવારીના મુદ્દાઓ કોંગ્રેસીઓ પ્રજા સમક્ષ મુકવામાં પાછા પડ્યા હોય જેને લઈ ભાજપે ફરી ગ્રામિણ વિસ્તારમાં પણ સત્તાનો સુકાન સંભાળ્યો છે.
આવનાર સમયમાં હવે કોંગ્રેસ કરતા અન્ય પક્ષ અને તેમાં પણ આપની ગુજરાતમાં મજબુત સ્થિતિ જોવા મળે તો નવાઈ નહી. હાલ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપે ફરી સત્તા મેળવવામાં સફળતા મેળવતા ભાજપીઓમાં ખુશી જોવા મળી હતી.

0 Comments