સુરત પોલીસના મીસીંગ સેલ દ્વારા ખટોદરા પોલીસ મથકની હદમાંથી 10 જેટલા બાળકો કે જેઓને તેઓના માતા-પિતા દ્વારા ભીખ મંગાવાતી હતી તેઓનું રેસ્ક્યુ કરી તેઓના કોરોના રિપોર્ટ કઢાવી રીપોર્ટ નેગેટીવ આવતા તમામને બાળગૃહમાં મોકલાયા હતાં. જ્યારે બાળકોના માતા-પિતા સામે ફરિયાદ નોંધાવી હતી.
સુરત શહેરમાં દરેક ચાર રસ્તા અને બ્રિજ નીચે બાળકો પાસે ભીખ મંગાવાતી હોય છે ત્યારે સુરત પોલીસ દ્વારા આવા બાળકોનું રેસ્ક્યુ હાથ ધરવા મીસીંગ સેલ ઉભુ કરાયુ છે. એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સેલ દ્વારા ખટોદરા પોલીસ મથકની હદમાં મસાલ સર્કલ અને અણુવ્રતદ્વાર પાસે બ્રિજ નીચે થી ભીખ માંગતા 10 બાળકોનું રેસ્ક્યુ કરાયુ હતું. અને તમામ બાળકોના કોરોના રિપોર્ટ કઢાવ્યા હતા. જે રિપોર્ટ નેગેટીવ આવતા બાળકોને બાળગૃહમાં મોકલાયા હતાં. જ્યારે તેઓના માતા-પિતા સામે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ હતી.
સુરતમાં દરેક ચાર રસ્તે અને ચાના ગલ્લા પાસે નાના બાળકો પાસે ભીખ મંગાવાઈ રહી છે ત્યારેે હવે મીસીંગ સેલ દ્વારા શરૂ કરાયેલી આ મુહિમ કેટલી કારગત નિવડશે તે જોવુ રહ્યું...


0 Comments