કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ, કૃભકો, સુરત અને આત્મા પ્રોજેકટ ડાંગના સંયુકત ઉપક્રમે કૃષિ મેળા વ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લાના ખેડુતોમાં ઓર્ગેનિક ખેતીની જાગૃતતા કેળવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ, કૃભકો, સુરત અને આત્મા પ્રોજેકટ ડાંગના સંયુકત ઉપક્રમે કૃષિ મેળા-વ-પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ, ડો. ઝેડ.પી. પટેલે ખેડુતોને સજીવ ખેતી કરી સુખાકારી જીવન જીવવા, દેશી બિયારણ સાચવીને સારું ઉત્પાદન મેળવવા તેમજ વૈજ્ઞાનિક અભિગમથી ખેતી કરી ખેડુતોને સમૃધ્ધ બનવા આહવાન કર્યું હતું. તદ્દઉપરાંત માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક, ડો. સી.કે. ટીંબડીયાએ જમીનના પૃથ્થકરણ કરીને જૈવિક ખાતરો તરફ વળવા ખેડુતોને જણાવવામાં આવ્યું હતું. આ કૃષિ મેળામાં વિવિધ તજજ્ઞો દ્વારા હાજર રહી પ્રાસંગિક સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. જે.જે. પસ્તાગીયા, પી.વી. કાછડીયા, પી.આર. માંડાણી, ડો. એચ. ઈ. પાટીલ હાજર રહી ખેડુતોને સજીવ ખેતી વિષયક માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગને સફળ બનાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડો. જી.જી. ચૌહાણ અને તેમની વૈજ્ઞાનિકોની ટીમ, કૃભકો, સુરત તથા આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી કૃષિ મેળા-વ-પ્રદર્શનનું સફળ આયોજન કર્યું હતું. આ પ્રસંગે ડાંગ જિલ્લામાંથી ૧૪પ થી વધારે ખેડુત ભાઈ - બહેનોએ રસપૂર્વક ભાગ લઈને મળેલ સજીવ ખેતીની માહિતીનો યોગ્ય ઉપયોગ કરવાનો સંકલ્પ કર્યો હતો.

0 Comments