ફોન પે એપ્લીકેશન થકી એકાઉન્ટમાં 2900 રૂપિયા મેળવવાની લાલચમાં લિંબાયતના યુવાને આશરે 50 હજાર ગુમાવવાનો વારો આવ્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે.લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત જંગલશા બાવાની દરગાહ પાસે રહેતા પરવેઝ અખતરએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે અજાણ્યાએ તેને ફોન કરી ફોન પે એપ્લીકેશન ડાઉનલોડ કરવાથી એકાઉન્ટમાં 2900 રૂપિયા આવશે. જેથી લાલચમાં આવેલા પરવેઝ અખતરએ એકાઉન્ટની વિગતો ફોન કરનારને આપી દેતા તેણે એકાઉન્ટમાંથી 49 હ જાર 997 રૂપિયા ટ્રાન્સફર કરી લઈ ઠગાઈ આચરી હતી. હાલ તો બનાવ અંગે લિંબાયત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

0 Comments