છેલ્લા એક વર્ષથી કોરોના વાયરસ એક પછી એક તહેવારોની રોનક ઝાંખી પાડી રહ્યો છે ત્યારે રંગો અને ઉમંગોના પર્વ ધુળેટીની પણ કોરોનાની મહામારી વચ્ચે બે રંગ ઉજવણી કરાઈ હતી. કોરોના વાયરસને પગલે આ વખતે ધુળેટીના પર્વની જાહેરમાં ઉજવણી કરવા પર રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો હતો.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના પોઝીટીવ કેસોમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે આ વખતે સરકારે ગાઈડ લાઈન જારી કરી તમામ ક્લબ, સ્વિમિંગ પુલ, પાર્ટી પ્લોટમાં ધુળેટી પર્વ નિમિત્તે ઉજવવામાં આવતા તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ લાદી દીધો હતો. સામાન્ય રીતે ક્લબોમાં રેઈન ડાન્સનું તેમજ શેરી અને સોસાયટીઓમાં પણ વિશિષ્ટ આયોજનો કરાતા હોય છે. પરંતુ આ વખતે રંગ ઉમંગના પર્વ ધુળેટીનું પર્વ ફિક્કુ બની રહ્યુ હતું. કોરોનાના કેસોને લીધે જાહેરમાં ધુળેટી ની ઉજવણી કરવા પર રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ લાદ્યો હતો જેના કારણે આ વખતે પિચકારી, રંગોના વેપારીઓને પણ ભારે નુકશાનનો સામનો કરવો પડ્યો હતો. ગત વર્ષની સરખામણીએ આ વખતે પિચકારી, રંગોનું માંડ 35 થી 40 ટકા જેટલુ જ વેચાણ થયુ હતું. રંગોના પર્વ ધુળેટીની બે રંગ ઉજવણી થતા લોકોમાં પણ એક નિરાશા જોવા મળી હતી. જો કે કેટલીક સોસાયટી અને એપાર્ટમેન્ટોમાં જાહેરમાં ધુળેટી પર્વ ઉજવાયો હતો.
કોરોનાએ દરેક તહેવારો પર તરાપ મારી હોય તેમ તહેવારોની મઝા સાવ ફિક્કી થઈ રહી છે. ત્યારે ધુળેટી પર્વની પણ જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ હોય જેને લઈ લોકોમાં નિરાશા જોવા મળી હતી.

0 Comments