આહિર સુવર્ણકાર સમાજ સુરતના સભ્યો દ્વારા આયોજીત સોનાર પ્રિમિયમ લીગ ટુર્નામેન્ટનું 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના દિવસે સવારે મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું.
આજકાલ યુવાઓને ક્રિકેટ પ્રત્યેનો લગાવ વધારે જોવા મળે છે. આઈપીએલ, ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ સહિતની ક્રિકેટની અન્ય રમતોમાં યુવાનોની દિલચસ્પી ખુબ ઝડપથી વધી રહી છે. ત્યારે સુરતમાં પણ આવા યુવાનોની કમી નથી જો કે તેઓને પ્રોત્સાહન મળતુ ન હોય જેથી તેઓની ખેલદીલી જોવા મળતી નથી. ત્યારે આહીર સુવર્ણકાર સમાજ, સુરત ના સભ્યો દ્વારા સોનાર પ્રીમીયર લીગ ટુર્નામેન્ટનું આયોજન કર્યુ હતું. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના દિને સવારે હજીરા ખાતે ખાતે આવેલ બાવાજી ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતું. જેમાં નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, સુરત ભાજપના માજી પ્રમુખ છોટુ પાટીલ અને યુથ ફોર ગુજરાતના જીજ્ઞેશ પાટીલ હાજર રહ્યા હતાં.
યુવાનોમાં ખેલદિલી વધવા, સમાજના યુવાનોમાં એકતા આવે, ભાઈચારાની ભાવના વિકસે અને યુવાધન વધુ શક્તિશાળી અને આશાસ્પદ બને તેવી શુદ્ધ ભાવના સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હોવાનું જણાવાયુ હતું.
0 Comments