સુરત કલેકટરાલયે પહોંચેલા માલધારી સમાજના લોકોએ રજુઆત કરી હતી કે હાલ ઢોરોમાં લમ્પી વાયરસ ફેલાઈ રહ્યુ છે જેમાં ઢોરોનું મોત પણ નિપજી રહ્યુ છે. માણસોમાં આવેલા કોરોના વાયરસની જેમ જ લમ્પી વાયરસ ઢોરોમાં આવ્યુ હોય જેથી ઢોરો માટે એમ્બ્યુલન્સ ફાળવવા, સાથે રેડ ઝોન બનાવવા સહિતની કામગીરી કરવામાં આવે અને સાથે સુરત મહાનગર પાલિકા દ્વારા હાલમાં ઢોરોના લોકોશન અને માલિકો અંગે માહિતી મેળવવા માટે જે ચિપ નાંખવાની કામગીરી નિર્દયતાથી કરાઈ રહી છે તેને બંધ કરવાની માંગ સાથે આવેદન પત્ર અપાયુ હતું.
લમ્પી વાઈરસને લઈ હજ્જારો ઢોરો તેની ચપેટમાં આવી ગયા છે ત્યારે લમ્પી વાયરસને વધુ ફેલાતો રોકવાની માંગ સાથે કલેકટરને માલધારી સમાજ દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી.
0 Comments