ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલીમાં સંતોષીનગર વસાહતમાં 45 વર્ષિય રોહિત સીમાંચલ સ્વાઈ તેની 65 વર્ષિય પ્રેમિકા સુલતાના સાથે લીવ ઈનમાં રહેતો હતો. લોકોને એવું જ કહેતો કે સુલતાના તેની પત્ની છે. 13 તારીખે રોહિત સુલતાનાને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાં કહ્યું કે અચાનક તબિયત બગડી અને હાલમાં જ તેને વેક્સિન લીધી હતી. ડોક્ટરે તપાસ કરતા મૃત જાહેર કરી હતી. પોલીસે અકસ્માત નોંધ કરી હતી. પોલીસે લાશ જોતા એકથી બે દિવસ જૂની દેખાતી હતી. આંખ પાસે કીડીઓ હતી. તેથી પોલીસે પીએમ કરાવતા તેમાં જણાયું કે, સુલતાનાનું ગળું દબાવી તેની હત્યા કરાઈ છે. પોલીસે સરકાર તરફે રોહિત વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે. આરોપીએ કબુલાત કરી હતી કે કોઈને કોઈ મુદ્દે બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા. 12મી તારીખે રાત્રે સુલતાનાએ જમવાનું ન બનાવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને તેથી સુલતાનાની હત્યા કરીને તેની લાશની બાજુમાં સુઈ ગયો હતો. બીજા દિવસે વેક્સિનવાળી બોગસ સ્ટોરી ઘડી કાઢી હતી. બંને 22 વર્ષથી લિવ ઇનમાં રહેતા હતાં.
વધુમાં આ અંગે પી.આઈ.એ જણાવ્યું કે વેક્સિનના કારણે તબિયત બગડવાની અફવા તેણે સંભળાવી હતી. હત્યા કર્યાના બે દિવસ પછી તેણે બે દિવસ સુધી મૃતદેહ ઘરમાં જ રાખી મૂક્યું હતું. વધારે ગરમી પડતા મૃતદેહ સડવા લાગતા તેણે ફસી જવાના ભયે વેક્સિનની સ્ટોરી બનાવી. આરોપી મૂળ ઓરિસ્સાના છત્તરપુરનો છે. સુરત આવ્યા બાદ તે ક્યારેય પોતાના ગામ પરત ગયો નથી. જોકે મૃતક મહિલા વિશે કોઇ માહિતી મળી નથી.
0 Comments