ગુજરાતમાં વર્ષો બાદ લઠ્ઠાકાંડ સર્જાયો છે. ગુજરાતના બોટાદ ખાતે આવેલ બોરવાડામાં સર્જાયેલા લઠ્ઠાડાંકની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. તો સુરત પોલીસ પણ એકશન મોડમાં આવી ગઈ છે. ત્યારે સુરત પોલીસે બે દિવસમાં પ્રોહિબિશન કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં દેશી દારૂના 209 અને વિદેશી દારૂના 30 કેસ કરી પોલીસે 6 લાખ 8 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી 226 આરોપીઓની ધરપકડ કરી હતી. તો આવનાર સમયમાં પણ દારૂની ડ્રાઈવ ચાલુ રહેશે તેમ સુરત પોલીસ કમિશનરે જણાવ્યુ હતું.
સુરતમાં છેલ્લા ઘણા સમયથી દારૂના અડ્ડાઓ ધમધમતા છે જો કે હાલમાં લઠ્ઠાકાંડને લઈ પોલીસ એકશનમાં આવી કેસો કરી રહી છે. પરંતુ આજે પણ શહેરમાં અનેક જગ્યાએ દારૂનો વેપલો થઈ રહ્યો છે. સુરતમાં કાયમી દારૂના અડ્ડાઓ બંધ થશે કે કેમ તે તો જોવુ રહ્યું...
0 Comments