Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

ડીસીબી - ચરસ આરોપી


 ક્રાઈમ બ્રાન્ચની ટીમ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે બાતમીના આધારે હિમાચલ પ્રદેશથી સુરત અને નવસારીમાં ચરસનો જથ્થો સપ્લાય કરનાર આરોપી નિરવ પટેલને વરાછા લંબેહનુમાન રોડ પરથી ઝડપી પાડ્યો હતો. સુરતમાં ઉત્સવ સાંગણી અને શાન્તાબેન ઉર્ફે શીતલ સાંગાણી તથા નવસારીમાં રમેશ સાંગાણી તથા દર્શન સાંગાણી ચરસ સાથે ઝડપાયા હતાં. સુરત અને નવસારીના ત્રણ ગુનામાં વોન્ટેડ નિરવ પટેલ સુરત આવતા તેની ધરપકડ કરાઈ છે. તો આરોપી વર્ષ 2021ના ડિસેમ્બર મહિનામાં હિમાચલ પ્રદેશમાં ચરસના જથ્થા સાથે પકડાયો હતો અને હાલ જામીન પર છુટ્યો છે.

Post a Comment

0 Comments