Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

સ્મિમેર - ઓપિડી બંધ


 સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે અને મેડિકલ ક્ષેત્રે સુરત સાવ ઘુંટણીયે પડ્યુ છે તો તંત્ર પણ હાલ કોરોના સામે લાચારી અનુભવી રહ્યો છે. ત્યારે સુરતમાં હાલ કોરોનાની મહામારી વચ્ચે તંત્ર દ્વારા જાણે સારવાર જ બંધ કરાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. સુરત સિવિલમાં ઓપિડી બંધ કરી દેવાયા બાદ હવે સુરત મનપા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં પણ ઓપિડી બંધ કરી દેવાય છે. અને માત્ર 108માં આવનાર દર્દીઓને જ સ્મિમેરમાં દાખલ કરાશે તેવી જાહેરાત કરાઈ છે. પ્રાઈવેટ વાહનોમાં આવનાર દર્દીઓને સ્મિમેરમાં દાખલ કરાશે નહી. હાલ સ્મિમેરનો પણ મુખ્ય ગેટ સામાન્ય લોકો માટે બંધ કરાયો છે. અને માત્ર ઈમરજન્સી દર્દીઓને જ ડોક્ટરની પરવાનગી બાદ દાખલ કરાશે.

Post a Comment

0 Comments