Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

વોર્ડ નં. 18-23 - ફરિયાદ


 સુરત મહાનગર પાલિકાની ચુંટણી માટે સવારથી જ મતદાન શરૂ થયુ છે. ત્યારે વોર્ડ નંબર 18 અને 23માં મતદાન મથક નજીક જ ભાજપ દ્વારા ટેબલ ગોઠવી મતદારોને ભોળવવા ડમી ઈવીએમ મુક્યાની રાવ સાથે આચારસંહિતા ભંગની ફરિયાદ કરાઈ હતી.સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે. મતદાન મથક પર શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે ત્યારે વોર્ડ નંબર 18 લિંબાયત પરવત વિસ્તારમાં મતદાન મથક સુમન સંગીની સોસાયટી પાસે ભાજપ દ્વારા ટેબલ ગોઠવવામાં આવ્યુ હતું. આ ટેબલ પરથી લોકોને મતદાન કેવી રીતે આપવું તે અંગેની સમજ આપવા ડમી ઈવીએમ રાખવામાં આવ્યું છે. મતદારો સ્લિપ લેવા જાય ત્યારે મતદારોને ભાજપના ઉમેદવારોને મત આપવા ઈવીએમમાં શીખવવામાં આવી રહ્યું છે. જેની સામે કોંગ્રેસે વિરોધ કરતાં ભાજપ દ્વારા મતદારોને ભોળવવા ડમી ઈવીએમ મૂકાયા સાથેની રાવ કરવામાં આવી છે.સાથે જ પાંડેસરામાં વોર્ડ નંબર 28માં પણ ભાજપના પ્રચાર સાહિત્ય સાથે ટેબલ મૂકવામાં આવ્યું છે. તો બીજી તરફ ભાજપ દ્વારા વોર્ડ નંબર 23માં ડમી ઈવીએમ ટેબલ પર મૂકાયુ હતું. ત્યારે 

Post a Comment

0 Comments