સુરતના કતારગામ ખાતે આવેલ લક્ઝરી બસના પાર્કિંગમાંથી એક યુવાન બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. જેને તાત્કાલિક સારવાર માટે અન્યોએ સ્મિમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેને આંખે દેખાવવાનું બંધ થઈ જતા પોલીસે પુછપરછ કરી હતી. જેમાં યુવાને જણાવ્યુ હતું કે તેનું નામ બળદેવ છે અને ડ્રાઈવીંગ દરમિયાન તે બોટાડ નજીક હાઈવે પર એક હોટલ પાસે દારૂ પિવા ગયો હતો અને ત્યાંથી દારૂ પી સુરત આવતા બેભાન થયો હતો. જેની જાણ થતા જ કતારગામ પોલીસ દોડતી થઈ ગઈ હતી.
હાલ તો યુવાનને આંખે દેખાવવાનું ઓછુ થયુ હોય જેને લઈ લઠ્ઠાકાંડની અસર સુરત સુધી પહોંચી હોવાની ચર્ચા વચ્ચે સુરત પોલીસે પણ તપાસ શરૂ કરી છે.
0 Comments