કોરોનાની મહામારીમાં વચ્ચે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન ક્લીસીસ બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. જેનો કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ. દ્વારા વિરોધ કરાયો હતો. અને એન.એસ.યુ.આઈ. દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને આવેદન પત્ર આપવાની સાથે યુનિવર્સિટીના આ તાનાશાહી જેવા નિર્ણયનો વિરોધ કરી આ પરિપત્ર પાછો ખેંચવામાં આવે અને ઓનલાઈન ક્લીસીસ ચાલુ કરવા માંગ કરી હતી. જેથી અભ્યાસક્રમ પુર્ણ થઈ શકે. અને એનએસયુઆઈ દ્વારા એવી પણ માંગ કરાઈ હતી કે યુનિવર્સિટી દ્વારા જે ઓનલાઈન પરિક્ષાનો નિર્ણય કરાયો છે તેની સાથે ઓફલાઈન પરિક્ષા આપવાનો પણ ઓપ્શન વિદ્યાર્થીઓને આપવામાં આવે.
એન.એસ.યુ.આઈ. ના આગેવાનો દ્વારા રજૂઆતો કરાઈ હોય કુલપતિએ માત્ર સાંભળવા સિવાય વિદ્યાર્થીઓની વાતોનો કોઈ જવાબ આપ્યો ન હતો.
0 Comments