વરાછા ખાતે શરૂ કરાયેલી ડાયમંડ હોસ્પિટલે સફળતા પુર્વક સાત વર્ષ પુર્ણ કર્યા છે ત્યારે હોસ્પિટલના તબીબો અને ટ્રસ્ટી ગણ માટે સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.સુરતીઓને સસ્તા દરે મેડિકલ સેવા મળી રહે તેવા શુભ હેતુ સાથે સુરતના વરાછામાં ડાયમંડ હોસ્પિટલની શરૂઆત કરાઈ હતી. ત્યારે રવિવારે ડાયમંડ હોસ્પિટલને સાત વર્ષ પુર્ણ થતા હોસ્પિટલ શરૂ કરનારાઓ દ્વારા ટ્રસ્ટી ગણ અને તબીબો સહિતના સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે તબીબો અને ટ્રસ્ટી ગણ માટે રવિવારે એક સ્નેહ મિલન કાર્યક્રમનું પણ આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમમાં 300 જેટલા લોકો હાજર રહ્યા હતા અને સાત વર્ષમાં હોસ્પિટલ દ્વારા 88 કરોડ જેટલી માતબર રકમની લોકોને રાહત દરે સારવાર આપવામાં આવી હોવાનું પણ જણાવાયુ હતું.વધુમાં હાલમાં ઉત્રાણ ખાતે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા નવુ શોપાન પણ શરૂ થવા જઈ રહ્યુ હોવાનું આ સ્નેહમિલનમાં જણાવાયુ હતું.
0 Comments