Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

મનપા - ભટાર આવેદન

 અલથાણ ખાતે આવેલ ટેનામેન્ટનું બાંધકામ હાલ ડેવલોપર દ્વારા બંધ કરી દેવાયો હોવાની સાથે ભાડુ પણ રહેવાસીઓને અનિયમિત અપાતો હોવાના આક્ષેપ સાથે સુરત મનપા કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી.


અલથાણ ટેનામેન્ટ રી ડેવલોપમેન્ટ યોજનાનું કામ સિધ્ધી ડેવલોપર અમદાવાદ દ્વારા ચાલી રહી છે. ત્યારે વારંવાર ડેવલોપર દ્વારા કામ બંધ કરી દેવામાં આવે છે. સાથે અસરગ્રસ્તોને સમયસર એટલે કે નિયમત ભાડુ પણ ન આપવામાં આવતુ હોય જેથી હાલની કારમી મોંઘવારીમાં તમામની આર્થિક સ્થિતિ કફોડી થઈ રહી છે. જેને લઈ અલથાણ ટેનામેન્ટના રહીશો દ્વારા મનપા કચેરીએ પહોંચી મનપા કમિશનરને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી.

વધુમાં અલથાણ ટેનામેન્ટના રહીશોએ એવી માંગણી કરી છે કે તેઓની માંગણીનો સાત દિવસમાં નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Post a Comment

0 Comments