ભાજપ કાર્યકરે નેતા વિરુદ્ધ કરેલી પોસ્ટ બાદ ગુનો દાખલ થતાં તેની ધરપકડ થઈ છે. કાર્યકરના સમર્થનમાં 4 વોર્ડ પ્રમુખ સહિત 10 કાર્યકરે રાજીનામાં આપી દેતા ભાજપમાં ઘમાસાણ મચી ગયું છે. ધરપકડ ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના ઇશારે થયાનો આક્ષેપ ખુદ ભાજપના વિવિધ વોર્ડ પ્રમુખ અને મહામંત્રીઓ દ્વારા કરાયો છે. વોર્ડ નં. 2, 3, 4 અને 6ના ભાજપના હોદ્દેદારો એકત્રિત થઈ શહેર પ્રમુખની સામે વિરોધ નોંધાવ્યો હતો. રાજીનામા પાછળ સૌરાષ્ટ્ર લોબીના મોટા નેતાનો દોરીસંચાર હોવાનું મનાય છે. નિતેશ વાનાણીએ વિવિધ 19 એકાઉન્ટથી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. ભાજપ કાર્યકર્તા નવીન રામાણીએ જણાવ્યું કે, કાર્યકર્તા તરીકે મને ખૂબ દુઃખ થયું છે. નિતેશ વાનાણીને મુક્ત નહીં કરાય તો રાજ્યભરમાં કાર્યકર્તા સંમેલન બોલાવીને ન્યાય અપાવવા કામ કરીશું. સૌરાષ્ટ્ર સુધી સુરત ભાજપ પ્રમુખે કરેલા કાર્ય વિશે માહિતગાર કરીશું ત્યારે ખ્યાલ આવશે કાર્યકર્તાઓની પાર્ટી છે. ભાજપના શહેરના વિવિધ બોર્ડના પ્રમુખ અને મહામંત્રીઓએ રાજીનામું આપવાની વાત કરી છે. એક કાર્યકર્તા સાથે અશોભનીય રીતે વર્તન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. કોઈ પણ મોટો ગુનો કર્યા વગર માત્ર વ્યક્તિગત રીતે તેમણે નિરંજન ઝાંઝમેરા માટે લખ્યું હતું કોઈ પક્ષના વિરોધમાં તેમણે કોઈ વાત કરી નથી. પાર્ટીના પ્રમુખના ઈશારે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડ થાય તે ખરેખર શરમજનક બાબત છે.
તો આ અંગે સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા જણાવ્યું કે નિતેશ વાનાણીને લઈને મારે કોઈ મતભેદ નથી અને એની ધરપકડ કરવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. આ બાબતે કોણે વિરોધ કર્યો છે તે અંગે પણ મને કોઈ જાણ નથી અને કેટલાક હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા છે એ વાતની પણ મને કોઈ માહિતી નથી.
કાર્યકરે સોશિયલ મીડિયામાં 19 ફેસબુક એકાઉન્ટ બનાવી ભાજપના નેતાઓ વિરૂદ્ધ પોસ્ટ મુકી ઈન્જેક્શનો, માસ્કનો દંડ, મોબલિન્ચિંગ સહિતની બાબતોએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. પલસાણાના સામાજિક કાર્યકરે સુરત રેંજના સાઈબર પોલીસમાં ફરિયાદ આપી હતી. કેસમાં પોલીસે નિતેશ મનસુખ વાનાણી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે રવિવારે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. નિતેશ સાથે હિરેન વેકરીયા સહિત અન્ય પણ સામેલ છે. તો નિતિશ મનસુખ વાનાણી તરફે કોર્ટમાં એડવોકેટ ઝમીર શેખએ દલીલો કરી હતી.
0 Comments