વનિતા વિશ્રામ ખાતે વર્ચ્યુઅલ પ્રોગ્રામ ઓન નેશનલ સેવ ગર્લ ચાઈલ્ડ ડે એટલે કે બેટી બચાવો બેટી ભણાવો પર કાર્યક્રમ યોજાયો હતો.
સમગ્ર ભારતમાં દીકરીઓને બચાવવા અને દીકરીઓને શિક્ષિત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દીકરીઓના નામે 2015થી એક યોજના શરૂ કરાઈ છે જેનું નામ છે બેટી બચાવો, બેટી ભણાવો. વનિતા વિશ્રામ સંસ્થા 113 વર્ષથી દીકરીઓના ઉત્થાન માટે સતત કાર્યરત છે. બેટી બચાવો, બેટી ભણાવો વિચારના અનુસંધાનમાં વનિતા વિશ્રામના પ્રિ પ્રાયમરી વિભાગના અંગ્રેજી માધ્યમના આચાર્ય ડો. જ્યોતિકાબેન રામનાનીના નેતૃત્વ હેઠળ અને શિક્ષિકા બહેનોની મદદથી એક લાઈવ ફેસબુક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાલીઓ તથા સમગ્ર સમાજને એક સંદેશો પાઠવાયો હતો. જેમાં બેટી છે તો જીવન છે માટે જ બેટી બચાવો બેટી ભણાવો.
વનિતા વિશ્રામ ખાતે યોજાયેલ બેટી બજાવો બેટી ભણાવોના વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં વાલીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતાં.
0 Comments