સલાબતપુરા ક્ષેત્રુજીવાડ ખાતે આવેલ કાપડના ગોડાઉનમાં ઘુસી મહિલાઓ સહિતનાઓએ વેપારી પર હુમલો કરી માર માર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. હાલ તો બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી બે મહિલા સહિત છની પોલીસે ધરપકડ કરી હતી.
સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બેગમપુરા ખાતે રેહતા કાપડ વેપારી જુનેદ રાઈનએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓ ક્ષેત્રુંજીવાડ સરકારી સ્કુલ પાસે કાપડનો ગોડાઉન ધરાવે છે અને તેઓના ગોડાઉનમાં ઘુસી આરોપી સલમાન ઈમરાન, સલમાનના પિતા ઈમરાન, સમાનની માતા, સલમાનની બહેનો સહિતનાઓએ હુમલો કર્યો હતો. અને ગડદા પાટુનો માર મારી પ્લાસ્ટીકની પાઈપ તથા પ્લાસ્ટીકની ખુરશીથી માર મારી ઓફિસમાં તોડફોડ કરી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેને લઈ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા તાત્કાલિક સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી વેપારીને ગોડાઉનમાં ઘુસી માર મારનાર બે મહિલાઓ જેમાં જરીનાબાનુ અને કનીઝાબેગમ તથા ઈમરાન ગુલામ રસુલ હૈદર, સલમાન ઈમરાન હૈદર, શરિફ નીંબુવાલા અને ઉવેશ નીંબુવાલાને ઝડપી પાડી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
0 Comments