Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

ઉધના - લિફ્ટ મહિલા મોત

 ઉધના વિસ્તારમાં ગોડાઉનમાં ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં માથું આવી જતા મહિલાનું મોત નીપજ્યું હતું. ઉધના ખાતે બેરિંગના સ્પેરપાર્ટ્સના ગોડાઉનમાં મહિલા કામ કરતી હતી. ગ્રાઉન્ડ ફ્લોરના ભાગેથી પ્રથમ માળે બેરિંગનો સામાનની અવરજવર વેળાએ ઘટના બની હતી. ઘટની જાણ થતા ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.



મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં રહેતા મૃતક પૂજાબેન ઇન્ડોરવાળાને ત્રણ સંતાન એક 17 વર્ષનો પુત્ર, 15 વર્ષની દીકરી અને 7-8 વર્ષનો દીકરો છે. પતિ બેકાર અને દારૂ પીવાની ટેવ ધરાવે છે. પૂજાબેન ઉધના વિસ્તારમાં આવેલા જય અંબે બેરિંગના સ્પેરપાર્ટ્સના ગોડાઉનમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. ગ્રાઉન્ડ ફ્લોરના ભાગેથી પ્રથમ માળે બેરિંગનો સામાનની અવરજવર દરમિયાન પૂજાબેન સામાન લઈ ઉપર પહેલા માળે ગયા બાદ પરત નહીં ફરતા શંકા ગઈ હતી. જોકે, પૂજાબેનનું ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં માથું આવી જતા મોત નીપજ્યું હતું. તો આ અંગે મૃતકના પુત્રએ જણાવ્યુ હતું કે, માતા બીજા માળે સામાન લઈને લિફ્ટમાં ગયા પણ પરત ન ફરતા સાથે કામ કરતો દીકરો ઉપર ગયો હતો. દીકરાને માતાનું માથું કચડાય ગયેલી હાલતમાં અને મૃત હાલતમાં મળી આવતા બૂમાબૂમ કરી હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉધનામાં બેરિંગના સ્પેરપાર્ટ્સના ગોડાઉનમાં ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં માથું આવી જતા મહિલાનુ મોત નિપજ્યુ હોય જેને લઈ પોલીસને જાણ થતા પોલીસે સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Post a Comment

0 Comments