એક તરફ કોરોનાની મહામારી અને લોકડાઉન, મીની લોકડાઉન, આંશિક છુટછાટને લઈ લોકોની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ છે. અને તેમાં પર સરકાર જાણે પ્રજા પર પડતા પર પાટુ મારતી હોય તેમ લાગી રહ્યું છે. મોંઘવારી હાલ દેશમાં આસમાને છે ત્યારે રોજીંદા વપરાશમાં આવતુ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં અધધ કહેવાય તેટલો વધારો થઈ રહ્યો છે. એક જ દિવસમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વધ્યા હોવાનું પણ જોવા મળ્યુ છે. સોમવારે પેટ્રોલનું ભાવ 90 રૂપિયાને 32 પૈસા હતુ જે મંગળવારે 90 રૂપિયાને 54 પૈસા થયુ છે તો ડિઝલનો સોમવારે ભાવ 90 રૂપિયાને 62 પૈસા હતુ જે મંગળવારે 90 રૂપિયાને 89 પૈસા થયુ છે. પેટ્રોલ અને ડિઝલમાં થઈ રહેલા ભાવ વધારાને લઈ આમ જનતા પર આ વધુ એક માર છે.
0 Comments