Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

બારડોલી - નુકશાન



તૌકતે વાવાઝોડા માં દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લા માં ખેતી પાક ને સીધી અસર જોવા મળી હતી. અને હજારો હેકટર ખેતી નો પાક નષ્ટ થવા પામ્યો હતો. સુરત જિલ્લા માં ખેતી પાક ની વાત કરી એ તો કામરેજ તાલુકા નું ડેલાડ ગામ પણ પ્રભાવિત થયું છે. ડેલાડ ગામે 50 વીઘા થી વધુ માં ખેડૂતો એ મગ બનાવ્યા હતા. શેરડી ના વિકલ્પ રૂપે ખેતી પાક પસંદ કરવામાં આવ્યો પણ કુદરત નારાજ હોય તેમ વાવાઝોડા માં મગ નો પાક સંપૂર્ણ નાશ થતા ખેડૂતો મુસીબતો માં મુકાઈ ગયા છે. સાંભળીએ.


વર્ષ દરમિયાન ખેડૂતો એ મેહનત મજૂરી કરી ને પાક નું વાવેતર કર્યું હતું. શેરડી ના પાક માં વધતા ખાતર ના ભાવો , મજૂરી ના દર , અને આ વર્ષે શેરડી ના ભાવો પણ ઓછા પડતા ખેડૂતો એ રોકડીયા તરફ વળ્યા હતા. જમીન ની પણ ફેરબદલી થાય એ હેતુ સાથે ખેડૂતો આંતર પાક તરફ વળ્યા હતા.  મહિના ઓ થી મેહનત બાદ મગ નો પાક તૈયાર હતો અને ઉતાર ના સમયે વરસાદ ને લીધે પાક નાશ પામ્યો છે. ત્યારે હવે ખેડૂતો દ્વારા સહાય માટે સરકાર તરફ મીટ માંડી છે.


તાઉ તે વાવાઝોડા ને લીધે પાક નુકસાન ની વાત કરી એ તો જિલ્લા ના નવ તાલુકા માં ડાંગર, મગ, ભીંડા, કેળ, સહિતના પાકો ને કરોડો નું  નુકસાન ભીતિ સેવાય રહી છે. કામરેજ ના ડેલાડ ગામે ખેડૂતો ના નુકસાન મામલે ખેતી વાડી વિભાગ પણ ત્વરિત કામે લાગ્યું છે. અને તાલુકા માં 4 ટિમો અને 22 જેટલા ગ્રામસેવકો કામે લગાડી સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે. અને સરકાર ને નુકસાની અંગે રિપોર્ટ કરવામાં આવનાર છે. પ્રથમીક સર્વે મુજબ કરોડો ના નુકસાન ની આશંકા સેવાય રહી છે. જેથી હવે સરકાર દ્વારા યોગ્ય સર્વે કરાવી ખેડૂતો ને આર્થિક સહાય પુરી પાડવામાં આવે તે જરૂરી  થઈ પડ્યું છે.


વાવાઝોડા ની એ એવી તો તબાહી તો મચાવી કે ખેડૂતો ને મેહનત પર પાણી ફરી વળ્યું છે. નુકસાન માં બારડોલી , કામરેજ , ઓલપાડ , મહુવા તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો છે. અને શિયાળુ તેમજ ઉનાળુ પાક અને બાગાયતી પાકો માં નુકસાન ની વાત કરી એ તો સુરત જિલ્લા માં 26 હજાર હેકટર જમીન પાકો ને અસર થઈ છે.ત્યારે હવે સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતો ના પાક નુકસાન નો સર્વે કરાવી યોગ્ય આર્થિક વળતર આપવામાં આવે તે જરૂરી થઈ પડ્યું છે.

Post a Comment

0 Comments