શ્રી ગોરાટ હનુમાન ક્ષેત્ર સંવર્ધક સમિતિ દ્વારા અપાયેલા આવેદન પત્રમાં જણાવાયુ હતું કે ગોરાટ વિસ્તારમાં સાંઈ શક્તિ સોસાયટીની બહાર જયેલ હાઈટ્સ નામથી અજાણ્યા બીલ્ડરોએ જાહેરાત બોર્ડ લગાવી બુકીંગ શરૂઆત કરી છે. આ દ્વારા તેઓ મુસ્લિમ સમુદાયોનું સાંઈ શક્તિ સોસાયટીમાં બુકીંગ કરી રહ્યા છે. જો કે આસપાસના 800 જેટલા હિંદુ પરિવારો કે જેઓ મુળ રહિશો મુશ્કેલીમાં આવ્યા છે અને ધ્રુવીકરણ કરવા મજબુર થયા છે. જેથી અમારી માંગણી છે કે આ બોર્ડ લગાવનાર, બુકીંગ કરનાર વિસ્તારની કોમી શાંતિનો ભંગ કરનાર ભડકાવનાર, ધ્રુવીકરણ કરવા મજબુર કરનાર તત્વોને શોધી કાઢી સખત પગલા લેવાની માંગણી કરી હતી.
હાલ તો બુકિંગના બોર્ડ લગાડાતા જ વિરોધનો વંટોળ શરૂ કરાયો છે. જો કે જે તે મિલકતદાર દ્વારા મિલ્કત વેંચવા કાઢવામાં આવી હોય અને મુસ્લિમને મિલ્કત વેંચનાર વિરૂદ્ધ શ્રી ગોરાટ હનુમાન ક્ષેત્ર સંવર્ધક સમિતિ દ્વારા કોઈ પગલા લેવાશે કે કેમ તે તો જોવુ રહ્યું...
0 Comments