ગુજરાતના બોટાદમાં હાલમાં જ લઠ્ઠાકાંડ સર્જાતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જેને લઈ પોલીસ અને સરકારની આબરૂના ધજાગરા ઉડ્યા છે. તો હવે પોલીસ દારૂના ધંધા પર બાજ નજર રાખી બંધ કરાવી રહી છે. જેમાં સુરત જિલ્લા પોલીસે દારૂના વેચાણ પર સખત નજર કરી છે. અને નદી તથા ખાડીના કિનારા પર ડ્રો ફેરવ્યુ હતું. કામરેજ ડિવિઝનના ડીવાયએસપી બી.કે. વનાર, કામરેજ પીઆઈ આરબી રાવળ સહિતની ટીમે ચેકીંગ કર્યુ હતું. અને છ જેટલી ભઠ્ઠી પણ ઝડપી પાડી હતી.
સુરત જિલ્લામાં ચાલતી દારૂની ભઠ્ઠીઓ પર નજર રાખવા પોલીસ હવે ડ્રોનના સહારે આવી ગઈ છે અને આકાશમાંથી બુટલેગરો પર નજર રાખી રહી છે.
0 Comments