પોલીસ સૂત્રો અને સ્થળ પરથી મળતી માહિતી મુજબ રૂસ્તમપુરા વિસ્તારમાં રહેતો જાફર ચીનો બદમાશ છે. માન દરવાજા વિસ્તારમાં રહેતો અનુ પણ બદમાશ છે. છેલ્લા કેટલાક મહિનાથી અનુની પત્નીને લઈ અનુ અને કરીમ ચીના વચ્ચે ઝઘડાઓ થતા હતા. આ બબાલને કારણે રવિવારે અનુ તેના સાગરીતો સાથે તલવાર લઈને કરીમ ચીના સાથે ઝઘડો કરવા રૂસ્તમપુરા ગયો હતો. ત્યાં કરીમના માણસો ભેગા થઈ ગયા હતા. ત્યાં બંને વચ્ચે બબાલ થઈ હતી. ત્યાંથી અનુ ભાગી નીકળ્યો હતો. માન દરવાજા પાસે બે પોલીસ કોન્સ્ટેબલ વાહન ચેકિંગની ફરજ પર હતા ત્યારે તેમને અન્નુ પર શંકા જતા રસ્તામાં આંતર્યો હતો. ત્યારે અનુએ પોલીસની વાત ન માનીને ભાગવા લાગ્યા હતા. તેથી પોલીસ કોન્સ્ટેબલોએ તેમનો પીછો કર્યો હતો. થોડા અંતર સુધી પહોંચ્યા બાદ અન્નુએ પોલીસ પર તલવારથી હુમલો કર્યો હતો. તેમાં કોન્સ્ટેબલ વિજયને કમરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. વિજયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો છે. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ આરોપી અનુને શોધી રહી છે. પોલીસે મધ્યરાત્રે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ આ હુમલા પાછળ તપાસ કરે તો બંને ટપોરીઓના કાળા ધંધા પણ સામે આવી શકે છે.
0 Comments