સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. જેને લઈ આરોગ્ય વિભાગની ઉંઘ ઉડી ગઈ છે. ત્યારે સુરત મહાનગર પાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરમાં 322 અને જિલ્લામાં 144 મળી કોરોનાના નવા 466 પોઝીટીવ કેસ નોંધાયા હતાં. જેને લઈ કુલ પોઝિટિવ કેસનો આંક 1,36,311 થયો છે. સુરત શહેર અને જિલ્લામાં વધુ 7 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,991 છે. સુરત શહેરમાંથી 612 અને જિલ્લામાંથી 259 મળી કુલ 871 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થયા હતા. જેને પગલે કોરોનાને મ્હાત આપનાર દર્દીઓની સંખ્યા 1,27,231 થઈ છે. હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 7,089 છે. જેમાં સુરત સિટીમાં 1,06,654 કોરોના પોઝિટિવ કેસમાં 1571 ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 29,657 કોરોના પોઝિટિવ કેસમાં 420 ના મોત થયા છે. સુરત શહેરમાંથી 1,00,342 અને સુરત જિલ્લામાં 26,889 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે.
0 Comments