દક્ષિણ ગુજરાતના હજારો પશુપાલકોનો ઘાસચારો પલળી જતાં ભારે નુકશાન થયું છે. હાલ ચોમાસા માટે ઘાસચારો ભરવાની સિઝન ચાલી રહી છે. જેને પગલે પશુપાલકોએ મોંઘા ભાવે ઘાસચારો ખરીદી સંગ્રહ કર્યો હતો. પરંતુ વાવાઝોડાને પગલે ઘાસચારો પલળી જતાં હવે પશુઓને ખવડાવવાનો મોટો પ્રશ્ન ઊભો થશે. ત્યારે પશુપાલકોને ઘાસચારાના નુકશાન સામે વળતર ચૂકવવા રજૂઆત કરી છે. રાજ્ય સરકાર દ્વારા જે રીતે વાવાઝોડાને કારણે મકાનના થયેલા નુકસાનનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે. તેજ પ્રમાણે આગામી દિવસોમાં તે અંગેની જાહેરાત કરીને જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા સર્વે કરવાની કામગીરી કરીને બને તેટલી ઝડપથી વળતર ચૂકવવાની વ્યાવસ્થા કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે. વાવાઝોડા સમયે પશુના તબેલો પડી ગયો હોય કે અન્ય કોઇ કારણસર પશુપાલકની ગાય-ભેંસ મૃત્યુ પામી હોય તો તેવા કિસ્સામાં સરકારે 30 હજાર રૂપિયા વળતર ચૂકવવા આદેશ કર્યો છે. પરંતુ આજે ગાય-ભેંસની કિંમત 80 હજારથી લઇને દોઢ લાખ રૂપિયા સુધીની છે. ત્યારે 30 હજારના વળતરને બદલે પશુપાલકોને 60 હજાર રૂપિયા વળતર ચૂકવવા માગણી કરી છે. તાઉ-તે વાવાઝોડામાં પશુપાલકોના તબેલાને નુકશાન થયું હોય તો તેઓને ફિક્સ 2100 રૂપિયા વળતર આપવા સરકારે જોગવાઇ કરી છે. પરંતુ તબેલાને નુકશાન થવાના કેસમાં 2100 રૂપિયાનું વળતર ખુબ જ ઓછું હોવાથી પશુપાલકોને થયેલું પૂરેપૂરું વળતર ચૂકવવા રજૂઆત કરી છે.
સુરતમાં તૌકતે વાવાઝોડાને લઈ થયેલા ખેડૂતોના નુકશાનના સર્વે બાદ પશુપાલકોના નુકશાન અંગે પણ સર્વે કરવા સુમુલ ડેરી ના ચેરમેન દ્વારા રજુઆત કરાઈ છે.
0 Comments