Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

ગુજરાત - વેક્સિન


 રાજ્યમાં અત્યારે 10 શહેરમાં 18થી 44 વય જૂથના લોકોનું રસીકરણ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. અગાઉ કોરોના વોરિયર્સ અને 45થી વધુ વયના લોકોનું રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. હવે 18થી44 વય જુથના લોકોને રસીના ડોઝ દરરોજ 30 હજાર આપવામાં આવતા હતા. આ વય જુથમાં યુવાનોની સંખ્યા હોવાથી રાજ્ય સરકારે 18થી 44 વય જુથના લોકોના રસીકરણને વ્યાપક બનાવવા એક સપ્તાહ સુધી દરરોજ એક લાખ લોકોનું રસીકરણ કરવાનું નક્કી કર્યુ છે. આ માટેનું સુચારું આયોજન થઇ ગયું હોવાનું આરોગ્ય અગ્રસચિવ ર્ડા. જયંતિ રવિએ જણાવ્યું હતું. આરોગ્ય અગ્ર સચિવે કહ્યું હતું કે, ગુજરાત દેશભરમાં પર મિલીયન વેકસિનેશનમાં અગ્રેસર રહ્યું છે. હવે 18થી 44 વય જુથમાં પણ દેશમાં અગ્રેસર રહેવા માટેની પ્રતિબધ્ધતા જયંતિ રવિએ વ્યકત કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના યુવા આરોગ્ય હિતકારી આ નિર્ણયથી અગાઉ 30 હજાર યુવાઓના રોજ થતા રસીકરણમાં હવે રોજના એક લાખ યુવાઓને આવરી લેવાશે. આ નિર્ણયને પરિણામે એક અઠવાડિયામાં અંદાજે 8 લાખ યુવાઓને કોરોના રસીકરણનો લાભ મળતા કોરોના સામે વધુને વધુ યુવાઓને રક્ષણ મળશે.

Post a Comment

0 Comments