અસહ્ય ગરમીમાં અનેક લોકો વગર ચપ્પલે દેખાય છે જેથી તેઓને પગમાં ચપ્પલ મળે અને વગર ચપ્પલ થતાં પગના રોગો ન થાય તે હેતુથી સામાજિક આગેવાન વિવેક દોડીયા દ્વારા તેમના મિત્રો રાજુ, અમિત, રાહુલ, અનિલ, ગૌરવ વિગેરે સાથે મળીને હેપ્પી ફીટ મુસ્કુરાતે કદમ ગ્રુપ બનાવી સુરત શહેર તથા તેને લાગુ ગામડાઓ સુધી જરૂરીયાત મંદ લોકોને જેમાં ૩ વર્ષના બાળકોથી લઈ, સગીર છોકરા છોકરીઓ તેમજ મોટી ઉમરના પુરૂષો અને સ્ત્રીઓ તમામને ફ્રીમાં ચપ્પલ આપવાની શરૂઆત કરાઈ હતી. જેમાં કેનલ રોડ, વેસુથી ધારાસભ્ય હર્ષભાઈ સંઘવી તથા એ.સી.પી. અશોકસંહ ચૌહાણ અને કોર્પોરેટર રશ્મીબેન સાબુએ ફલેગ ઓફ કરાવી સુરત તથા તેના આજુબાજુના ૩૦થી વધુ વિસ્તારો જેમાં સચિન, અલથાણ, સારોલી, કામરેજ, અડાજણ, પાલ, રાંદેર, પાંડેસરા, પર્વત પાટીયા, વરાછા, ડુમસ એવાં ધણાં વિસ્તારોના સ્લમ એરીયાઓમાં બપોરે ૨ વાગ્યે સુધી ૨૫૦૦ થી વધુ જોડીનું ચપ્પલ વહેંચણી કરી હતી.
આમ હેપ્પી ફીટ મુસ્કુરાતે કદમ ગ્રુપ દ્વારા ૫૦૦૦ થીવધુ જોડી ચપ્પલ વહેંચણીનું ટાર્ગેટ કરાયું છે. તો આ સેવાકાર્ય જાણીતા એડવોકેટ ડો. અરૂણ લાહોટી ના માર્ગદર્શનમાં કરાઈ છે.
0 Comments