Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

સલાબતપુરા - જન્મ દિન


 સલાબતપુરા ખાજા નગરમાં 27 મેના રોજ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વિસ્તારના માથાભારે ઈસમ ચિયા મલિકના જન્મદિવસની ઉજવણી જાહેર સ્થળો પર કરવામાં આવી તેમાં 100 કરતાં વધુ લોકો એકત્રિત થયા હતા. લગભગ કોઈના ચહેરા ઉપર માસ્ક પણ જોવા મળ્યા નહીં. જે બતાવે છે કે, આ વિસ્તારના લોકો કેટલા બેજવાબદાર છે. શહેરના લોકો જાણે કોરણા અને ભૂલી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. કોરોના રાત્રિ કર્ફ્યૂ વચ્ચે જન્મદિવસની ઉજવણી,સોશિયલ ડિસ્ટન્ટના ધજાગરા,બર્થ ડે સેલિબ્રેશનમાં હાજર લોકોના ટોળે ટોળા દેખાયા હતાં. જે સુરતમાં તમામ બાબતો સામાન્ય બની ગયું છે. ચિયા મલિકના બર્થ ડે સેલિબ્રેશનમાં મોટી સંખ્યામાં લોકો હાજર હોવા છતાં પોલીસને કેમ તેની જાણ ન થઇ તે એક મોટો પ્રશ્ન છે. એનો અર્થ એવો થાય છે કે પોલીસ દ્વારા આ વિસ્તારમાં કર્ફ્યુના સમય દરમિયાન પેટ્રોલિંગ કરાતી નથી. જે-તે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પોલીસ સતર્ક થઇ ને કામગીરી ન કરતી હોવાને કારણે આ પ્રકારના દ્રશ્ય સામે આવી રહ્યા છે. કરફ્યુના સમય જો આટલી મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર એકત્રિત થયા હોય અને તેની માહિતી પોલીસને ન હોય તો અનેક સવાલો રીતે જ ઊભા થાય છે. સુરત પોલીસે આવા સેલિબ્રેશનના ન થાય તેના માટે સખ્તાઇ પૂર્વકના પગલાં લેવા અનિવાર્ય છે. નહીં તો કોરોના સંક્રમણ ફરી માથું ઉંચકીને અનેક મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. જોકે આવા દ્રશ્યો માટે સ્થાનિક પોલીસ સ્ટેશનની નિષ્ક્રિયતા જવાબદાર છે તેવું કહેવામાં પણ કાંઈ ખોટી જણાતું નથી.

Post a Comment

0 Comments