Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

વકીલ - ક્રિકેટ

 સોલિસીટર યુનિટી ગ્રુપ દ્વારા કોરોના કાળની નકારાત્મકતાને દૂર કરવા અને વકીલોની એકતા માટે ખાસ વકીલો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં મહિલા વકીલાએ પણ પ્રથમ વખત ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ફ્રેન્ડલી મેચની મજા માણી હતી.



ગત માર્ચ - 2020 થી કોરોના મહામારીના લીધે સુરત કોર્ટમાં રેગ્યુલર કામગીરી અટકી પડી હતી. પરંતુ હવે કોર્ટ કાર્યવાહી ફરીથી રાબેતા મુજબ શરૂ થવાના સંકેત મળી ગયા છે. આ વચ્ચે ફરીથી વકીલો એકબીજાના સંપર્કમાં આવે અને પ્રોત્સાહિત થાય તેવા શુભ આશયથી સોલિસીટર યુનિટી ગ્રુપના નેજા હેઠળ એડવોકેટ ચૈતન્ય પરમહંસ, અશ્વિન જોગડિયા, હર્ષદ પટેલ, અલ્પેશ પટેલ અને અભિષેક શાહ તથા સિનિયર વકીલો અને સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ પટેલના સહકારથી તારીખ 27 ફેબ્રુઆરીના રોજ ભાઠા-ભાટપોર સ્થિત બાવાજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે લોયર્સ પ્રીમિયર લીગ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં સુરતના વકીલોની 8 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ચિંતન પરમારની વી. આર. ફાઈટર્સ ટીમે ફાઇનલમાં વિજય મેળવ્યો હતો. જ્યારે મુંજાલ બ્રહ્મભટ્ટની કોર્ટ માર્શલ ટીમ રનર્સ અપ રહી હતી. તેમજ મહિલા વકીલની ટીમો દ્વારા પ્રથમ વખત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં જય હોય ટીમ વિજેતા થઈ હતી અને શક્તિ ટીમ રનર્સઅપ રહી હતી.
લોયર્સ પ્રિમિયર લીગમાં ખાસ ઉપસ્થિત સુરત જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સિનયર વકીલોને યાદ કરી ભૂતકાળને વાગોળ્યો હતો, અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ ના આયોજનને બિરદાવ્યો હતો. જ્યારે સિનિયર વકીલ મનીષ દેસાઈએ હાજર રહી વકીલમિત્રોને ટુર્નામેન્ટના આયોજન તથા ટુર્નામેન્ટમાં ભાગ લેવા અંગે પ્રોત્સાહન આપી વકીલ એકતા અખંડ રહે તેવા હકારાત્મક અભિપ્રાય માટે આહવાન કર્યું હતું. આ ટુર્નામેન્ટના આયોજનમાં આર્થિક સહયોગ એડવોકેટ વિનય શુક્લા, ધર્મેન્દ્ર પ્રજાપતિ, પ્રીત જોષી, પ્રતિભા દેસાઈ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર્સ આર. એન.પટેલ, જીતેન્દ્ર ગોળવાલા અને હિતેશ પટેલએ આપ્યો હતો.

Post a Comment

0 Comments