Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

સુરત - ઝુપડપટ્ટી ટ્રાવેલ્સ ઓફિસ

 કોરોનાની મહામારી વચ્ચે ફરી લોકડાઉનની અફવાને લઈ શ્રમિકોની હિજરત શરૂ થઈ ગઈ છે. ઝુપડપટ્ટી વિસ્તારોમાં તો રીતસરની ટ્રાવેલ્સ ઓફિસો શરૂ થઈ ગઈ છે અને 800 ની ટીકીટના સીધા જ ડબલ એટલે કે 1500 સુધીની વસુલાત કરાઈ રહી છે.





સુરતમાં કોરોનાની મહામારીને લઈ ગત વર્ષે મોટી સંખ્યામાં પરપ્રાંતિયોએ હિજરત કરી હતી. ત્યારે હાલમાં ફરી કોરોના બેકાબુ થતા સુરતમાં લોકડાઉનની અફવાએ ઝોર પકડ્યુ છે તો તેનો લાભ પણ સીધા જ બેનંબરીયાઓ લેવામાં આગળ આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં લોકડાઉનની અફવા વચ્ચે ઝુપડપટ્ટીઓમાં ટ્રાવેલ્સ ઓફિસો શરૂ થઈ ગઈ છે. અને શ્રમિક વિસ્તારોમાં ઠેર ઠેર ટિકિટ બુકીંગો પણ કરાઈ હ્યું છે. રીક્ષા ચાલકો, ફેરિયાઓ, ઝુંપડામાં રહેતા લોકો રાતોરાત બુકિંગ એજન્ટ બની ગયા છે. અને શ્રમિકો ઘરવખરી સાથે બસમાં જગ્યા ન મળે તો બસની છત પર બેસી વતન રવાના થઈ રહ્યા છે. એટલુ જ નહી પરંતુ લોકડાઉનનું ડર બતાવી ગાડીઓ બંધ થઈ જશે તેમ કહી 800ની ટીકીટના સીધા જ 1500 સુધી એટલે કે ડબલ રૂપિયા વસુલાઈ રહ્યા છે.હાલ તો શ્રમિક વિસ્તાર અને તેમાં પર પરપ્રાંતિય શ્રમિકોના વિસ્તારમાં તંત્ર દ્વારા તત્કાલ ત્યાં પહોંચી કોઈ લોકડાઉન ન લાગવાનું હોવાનું કહેવુ જોઈએ નહીતર ફરી શ્રમિકો અને તેમાં પણ ખાસ કરીને પરપ્રાંતિયો હિજરત કરશે તો ફરી સુરતમાં ધંધા રોજગાર પર તેની સીધી અસર પડશે.

Post a Comment

0 Comments