સુરત મહાનગર પાલિકાની રાંદેર ઝોનમાં આવેલ તારવાડી વરિયાવ ખાતે મનપા દ્વારા જાહેર શૌચાલય તો બનાવી છે પરંતુ તેનું જાણે ઉદ્ઘાટન કરવાનું બાકી હોય તેમ શૌચાલયને તાળા મરાયા છે. બાજુમાં આંગણવાડી હોવા છતા આજદિન સુધી શૌચાલય શરૂ ન કરાતા સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો.
સુરત મહાનગર પાલિકા સ્વચ્છતાની સાથે વિકાસની વાતો કરે છે. પરંતુ લોકોને સુવિધા આપવામાં જાણે વેઠ ઉતારાતી હોય તેમ લાગી રહ્યું છે. હાલ આપણે વાત કરી રહ્યા છે સુરત મહાનગર પાલિકાની રાંદેર ઝોનની. રાંદેર ઝોનમાં આવેલ તાડવાડી વરિયાવ ખાતે રાંદેર ઝોન દ્વારા ત્રણ શોચાલય બનાવવામાં આવે છે પરંતુ તૈયાર થઈ ગયેલી શૌચાલયોને તંત્ર દ્વારા તાળા મારી દેવાયા છે જેથી તેનું કોઈ ઉપયોગ થતુ નથી. ત્યારે શૌચાલયની બાજુમાં જ આંગણવાડી પણ હોય જેથી સ્થાનિકો દ્વારા વહેલી તકે શૌચાલયો શરૂ કરાવવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે એવા પણ આક્ષેપો કરાયા હતા કે કોઈ નેતાના હાથે ઉદ્ઘાટન કરાવવા માટે શૌચાલયને હાલ તાળા મરાયા છે.
ત્યારે હવે જોવુ એ રહ્યું કે સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ શહેરીજનોના ઉપયોગ માટે બનાવાયેલ આ જાહેર શૌચાલય શરૂ કરાવે છે કે કેમ...

0 Comments