સુરત સહિત ગુજરાતમાં દારૂબંધી હોવા છતા વિદેશી અને દેશી દારૂનો વેપલો ધમધોકાર ચાલે છે. અને હાલમાં જ ગુજરાતમાં લઠ્ઠાકાંડ પણ સર્જાયો જે દારૂબંધીના ધજાગરા ઉડાડતો કિસ્સો છે. ત્યારે રેલ્વે પોલીસે વર્ષ 2021ના સપ્ટેમ્બર મહિનાથી અત્યાર સુધી ઝડપાયેલા આશરે 21 લાખ 62 હજારથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થાની 23 હજારથી વધુ બોટલોનું ઉધના ખાતે નાશ કરાયો હતો.
રેલ્વે પોલીસે ઝડપી પાડેલા લાખોના દારૂના જથ્થાનો નાશ કરાયો તે સમયે ડીએમ, ડીવાયએસપી સહિત ઉચ્ચ અધિકારીઓ સહિત રેલ્વે પોલીસ હાજર રહી હતી.
0 Comments