સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લસકાણા રામદેવ ઈન્ડસ્ટ્રીયઝમાં શીવમ ફેશનના ખાતામાં દીનેશ ચૌધરી પત્ની સાથે રહે છે. દીનેશની પત્ની અનીતાના નજીકના કારખાનામાં નોકરી કરતા બિહારીના વતની અફરીદી શેખ સાથે આડાસંબધો હતાં. અને 29મીએ સવારે અનીતા પતિ સાથે સૂતી હતી તે વખતે અફરીદીએ અનીતાને મેસેજ કરી મળવા માટે ઘર નીચે બોલાવી હતી. જેથી અનીતા મળવા માટે નીચે રૂમમાં ગઈ હતી. બીજી તરફ અનીતાનો પતિ જાગી જતા તેણે આજુબાજુ પત્નીને શોધી છતાં મળી ન હતી. આથી પતિએ નીચે રૂમમાં આવતા પત્ની પ્રેમી સાથે કઠંગી હાલતમાં જોઈ હતી. જેથી ગુસ્સામાં પતિએ પત્નીના પ્રેમી અફરીદીને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. પ્રેમીને માથાના ભાગે ઉપરાછાપરી ઘા મારતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. બનાવને લઈ પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસે સ્થળે દોડી જઈ હત્યારા દિનેશ ચૌધરીની ધરપકડ કરી હતી. હાલ તો આ મામલે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
0 Comments