બોરવાડામાં સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈ હવે સુરત પોલીસ પણ એકશનમાં આવી ગઈ છે. અને દારૂની હેરાફેરી પર લાલ આંખ કરી છે. ત્યાં તો લિંબાયત પોલીસે બાતમીના આધારે થ્રી વ્હીલ ટેમ્પામાં લઈ જવાતા વિદેશી દારૂના 1 લાખ 15 હજારથી વધુના જથ્થા સાથે અવિનાશ ઉર્ફે અવી ધકાતે અને વિજય ઉર્ફે વિશાલ કોળીને ઝડપી પાડી ટેમ્પો, દારૂ, મોપેડ સહિત 2 લાખ 60 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી. જ્યારે દારૂ મંગાવનાર અને મોકલનાર મહેન્દ્ર ઉર્ફે કાલીયા ધકાતે, મનોજ, પંકજ, અનીલ ચીકનો, સમીર કાણીયો અને દાદુ ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
0 Comments