ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉમરા ગામ ખાતે આવેલ રઘુવીર સોસાયટીમાં રહેતા વેપારી કૃણાલ વસોયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓના ઘરને રાત્રીના સમયે અજાણ્યા ચોર ઈસમે નિશાન બનાવી હતી. બંગલાના સીસીટીવીમાં કેદ થયેલા રીઢાએ બંગલામાં ઘુસી ઘરમાં મુકેલ કબાટો તથા ડ્રોવરોમાંથી સોના ચાંદીનના દાગીના તથા રોકડા રૂપિયા અને સીપીયુ મળી 6 લાખ 61 હજારથી વધુની મત્તાની ચોરી કરી ભાગી છુટ્યો હતો. હાલ તો બનાવને લઈ ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છએ.
0 Comments