સુરતમાં બેફામ વાહનો દોડતા હોય અને અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે. ત્યારે સોમવારે લિંબાયત અને ગોડાદારને જોડતા બ્રિજ પરથી પુરપાટ ઝડપે દોડતી એક કારનો અચાનક ટાયર ફાટી જતા અકસ્માત સર્જાયો હતો. કારનો ટાયર ફાટતા સર્જાયેલા અકસ્માતને લઈ બ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. જો કે અકસ્માતમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો. બનાવને લઈ પોલીસને જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ ટ્રાફિક હળવો કરી અકસ્માતગ્રસ્ત કારને બ્રિજ પરથી હટાવડાવી હતી.
0 Comments