Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

કાપોદ્રા - રીક્ષામાં ચોરી આરોપી


 કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે રીક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી ટોળકીના ચાર રીઢાઓ જેમાં યુસુફ ઉર્ફે પલવા શેખ, આદિલ ઉર્ફે કલેજા શેખ, ફારૂક શેખ અને આસીફ ઉર્ફે એકા શેખને ઝડપી પાડ્યા હતાં. પોલીસે ચારેયની પુછપરછ કરતા રીઢાઓએ કાપોદ્રા ઉપરાંત પુણા અને સચીન પોલીસ મથકની હદમાંથી પણ રીક્ષામાં મુસાફરોને બેસાડી તેઓના ખિસ્સામાંથી રોકડ, મોબાઈલ સહિતની કિંમતી વસ્તુઓ ચોરતા હોવાની કબુલાત કરી હતી. હાલ તો પુણા પોલીસે ચારેય રીઢાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો રીઢાઓએ કાપોદ્રા પોલીસ મથકની હદમાં હિરાબાગ નવી શક્તિ વિજય સોસાયટી સામેથી રીક્ષામાં પસાર થતા અમરોલી ખાતે આવેલ સતાધાર સોસાયટીમાં રહેતા ભુપત ચુડાસમાના ખિસ્સામાંથી રિક્ષામાં અગાઉથી મુસાફરના સ્વાંગમાં બેસેલા રીઢાઓએ બેસવામાં ફાવતુ ન હોવાનું કહી આગળ પાછળ કરી તેમના ખિસ્સામાંથી રોકડ 10 હજારથી વધુની રકમ મુકેલ પર્સ ચોરી લીધો હોવાની પણ કબુલાત કરી હતી. હાલ તો કાપોદ્રા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Post a Comment

0 Comments