Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

વેસુ - અકસ્માત




ત્રણ મહિના પહેલા યુપીથી સુરત આવેલા બીએના એક વિદ્યાર્થીનું વેસુમા રોડ ક્રોસ કરતા બાઈકે અડફેટે લેતા મોત નીપજ્યું હોવાના સીસીટીવી સામે આવ્યા છે. જોકે, અકસ્માત પહેલાં મૃતક હિતેશ રાય અને તેના મિત્રોનો કોઈ સાથે ઝગડો થયો હોવાની ઘટનાએ પોલીસને આશ્ચર્યમાં મૂકી દીધી છે. આ ઘટના સમયે સાથે રહેનાર મિત્રોની પોલીસ શોધખોળ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. તો મૃતક હિતેશના પિતા આતિષ કુમાર રાય એ જણાવ્યું હતું કે હિતેશ ત્રણ મહિના પહેલા જ યુપીથી સુરત આવ્યો હતો. બીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હિતેશ ભેસ્તાન સિદ્ધાર્થ નગરથી ઘરે કંઈ પણ જાણ કર્યા વગર મિત્રો સાથે નીકળ્યો હતો. ત્યારબાદ વેસુમાં અકસ્માત થયો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું. ઈજાગ્રસ્ત હિતેશને એના મિત્રો સિવિલમાં લઈ આવ્યા હતાં. જ્યારે સિવિલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે સારવાર માટે લવાયેલા હિતેશના મિત્રોએ વેસુમાં ઝગડો થયા બાદ બાઈક પર ત્રણ સવાર થઈ હિતેશ મિત્રો સાથે નીકળ્યો હતો. ત્યારબાદ મારવિલા કોમ્પ્લેક્ષ નજીક રોડ ક્રોસ કરતા એક અજાણી બાઈકના સવારે તેને અડફેટે લીધો હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. વધુમાં જાણવા મળ્યું હતું કે પોસ્ટ મોર્ટમ કરાવવા આવેલી પોલીસ પાસે હિતેશને સિવિલ લાવનાર કોઈ પણ મિત્રોના નિવેદન કે ઓળખ પત્ર નથી. મિત્રોની પૂછપરછ થાય અને તેમના નિવેદન લેવાય પછી હિતેશના મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ લોકલ કરવું કે ફોરેન્સ્ટિકમાં કરાવવું તે નિર્ણય લેવાશે. ત્યારબાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાય છે.

Post a Comment

0 Comments