મહિધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કડોદરા ખાતે રહેતા દિપક શૈનીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓ રીક્ષામાં મહિધરપુરા દિલ્હીગેટ ચાર રસ્તા પાસેથી પસાર થતો હતો ત્યારે રીક્ષામાં અગાઉથી મુસાફરના સ્વાંગમાં બેસેલા રીઢાઓએ બેસવામાં ફાવતુ ન હોય તેમ કહી આગળ પાછળ ખરી તેના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ચોરી લીધા હતા. હાલ તો બનાવ અંગે મહિધપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
0 Comments