Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

સલાબતપુરા - જીમ દરોડા


 માન દરવાજા પાસે સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં શટર બંધ કરી અંદરથી જીમ ચાલુ રાખતા પોલીસ ત્રાટકી હતી. ત્યાં કસરત કરતા 40 યુવકો પાસેથી એક-એક હજાર રૂપિયાનો દંડ કરીને જીમના બે માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હાલમાં કોરોના વાઇરસ ફેલાતો હોવાથી ગાઇડલાઈન મુજબ જીમ પર પ્રતિબંધ છે, તેમજ સાંજે 8 વાગ્યા પછી કર્ફ્યુ છે. કર્ફ્યુ તેમજ ગાઈડલાઈનના અમલ માટે સલાબતપુરા પોલીસ પેટ્રોલિંગમાં હતી. ખટોદરામાં માન દરવાજા પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે મોડર્ન જીમ બહાર કેટલાક લોકો ભેગા થયા હતા. તેથી પોલીસે નજીક જઈને જોતા જીમમાં ઘણા યુવક કસરત કરી રહ્યા હતા. પોલીસે યુવકોને ગણતા 40 જણા દેખાયા હતા. કોઈને માસ્ક પણ પહેર્યું ન હતું. તમામ પાસેથી પોલીસે એક-એક હજાર રૂપિયાનો દંડ ભર્યો હતો. તેમજ જીમના માલિક અને ટ્રેનર અંસાર નાસીર બેગ અને આબીદ નૂરમોહમદ મલિક વિરૂદ્ધ જાહેરનામા ભંગની કલમ 188, 269 તેમજ એપેડેમિક ડીસીસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે.

Post a Comment

0 Comments