લઠ્ઠાકાંડ મુદ્દે ગૃહમંત્રીના હોમ ટાઉનમાં કોંગ્રેસ અને આપ દ્વારા ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. બુધવારે યુથ કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રીની ઓફિસ બહાર પૂતળા દહનનો પ્રયાસ કરાયો હતો. અને ગુરુવારે કતારગામમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા ગૃહમંત્રીના પૂતળાનું દહન કર્યું હતું. દરમિયાન અલથાણના ઈશ્વર ફાર્મમાં બેઠેલા શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈની આગેવાનીમાં મીટીંગ યોજાઈ હતી જ્યાં પોલીસે પહોંચી કોંગ્રેસ પ્રમુખ સહીતના 40થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી. કોઈ પણ જાતના કારણ વગર અટકાયત કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સરકારનો વિરોધ કર્યો હતો. તેમજ કાર્યકરો અને પોલીસ વચ્ચે ધર્ષણ ઊભું થયું હતું. કોંગ્રેસ પ્રમુખ સહીતના લોકોને પોલીસ અટકાયત કરી અલગ અલગ પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી જ્યાંથી કલાકો બાદ તમામને છોડીને મુકાયા હતાં.
ગૃહમંત્રીની ઓફિસ નજીક પૂતળા દહન કરવાની તૈયારીની શંકાના આધારે પોલીસે તમામને ઊંચકી લીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. શુક્રવારે કોંગ્રેસ પોલીસ કમિશનર કચેરી બહાર ધરણાં કરનાર હોવાનું પણ જણાવાયુ હતું.
0 Comments