વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ચુંટણી પણ હવે તો રાજકીય માહોલમાં રંગાઈ ગઈ છે. વિદ્યાર્થી પાંખોની ચુંટણીમાં પાર્ટીઓના નેતાઓ પણ દોડતા થઈ જાય છે. ત્યારે યુનિવર્સિટીના સેનેટ સભ્યોની ચુંટણીના ઉમેદવારોના નામે ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા જાહેર કરાયા બાદ આપની વિદ્યાર્થી પાંખ છાત્રા યુવા સંઘર્ષ સમિતિએ પણ ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. જેમાં 5 પી થિયરી લઈને સેનેટ ચુંટણીમાં આપ મેદાને આવ્યુ છે. 5 પી એટલે પ્રવેશ, પરિક્ષા, પરિણામ, પઠન અને પારદર્શિતા. યુનિવર્સિટીમં ચાલતા ગેરવહીવટને દુર કરવા આપ તેમના સેનેટ સભ્યો ઉતારશે. 11 સીટ પર ઉમેદવારો આપ દ્વારા જાહેર કરાયા છે. જેમાં કોમ્પ્યુટર સાયન્સમાં વિશાલ વસોયા, આર્ટસમાં યોગેશ માહ્યાવંશી, કોમર્સમાં પીનલ દુધાત, સાયન્સમાં કિશન ઘોરી, હોમિયોપેથીકમાં ડો. ચેતના કાછડીયા. હાલ પાંચ ફેકલ્ટીના ઉમેદવારો જાહેર કરાયા છે. તો આગામી દિવસોમાં અન્ય સીટ માટે ઉમેદવાર જાહેર કરાશે તેમ જણાવ્યુ હતું.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ સભ્યોની ચુંટણી આ વખતે રસાકસી ભરી હશે કારણ કે એબીવીપી, એનએસયુઆઈ અને છાત્રા યુવા સંઘર્ષ સમિતિના સભ્યો મેદાને આવતા રાજકીય રંગ તેમાં જોવા મળશે.
0 Comments