સુરતમાં કોરોનાની પ્રથમ નહી પરંતુ બીજી લહેરએ કહેર વર્તાવ્યો હતો. જેને લઈ શહેરમાં હોસ્પિટલોમાં બેડ ખુટી પડ્યા હતા. અને દર્દીઓ માટે અનેક સામાજિક કાર્યકરો તથા સામાજિક સંસ્થાઓએ આગળ આવી આઈસોલેશન સેન્ટરો શરૂ કર્યા હતા. જો કે હાલમાં કોરોના સંક્રમણ ઘટ્યુ છે અને હોસ્પિટલોમાંથી પણ સાજા થઈ મોટી સંખ્યામાં દર્દીઓ ઘરે પહોંચી રહ્યા છે ત્યારે આઈસોલેશન સેન્ટરોમાં પણ દર્દીઓ ન હોય જેને લઈ હવે આઈસોલેશન સેન્ટરો બંધ થઈ રહ્યા છે. ત્યારે કાપોદ્રા ખાતે કાર્યરત સાગર આઈસોલેશન સેન્ટરમાંથી છેલ્લા દર્દી સાજા થઈ ઘરે પહોંચ્યા બાદ આઈસોલેશન સેન્ટરને બંધ કરાયુ હતું. જ્યાં કામગીરી કરનારાઓનું સન્માન પણ કરાયુ હતું.
સુરતમાં કોરોનાની મહામારી વખતે અનેક લોકોએ માનવતાનો ધર્મ નિભાવી આગળ આવી આઈસોલેશન સેન્ટરો શરૂ કર્યા હતાં અને ખરેખર માનવતાના દર્શન કરાવ્યા હતા જેમાં સાગર આઈસોલેશન સેન્ટરમાંથી પણ અનેક દર્દીઓ સાજા થઈ ઘરે પહોંચ્યા હતાં.
0 Comments