સુરતમાં ચોમાસા પહેલા જ તંત્ર દ્વારા જુના અને જર્જરિત મકાનોનો સર્વે શરૂ કરાયો છે. જેમાં ગત વર્ષ કરતા આ વર્ષે વધુ 270 મિલ્કતોનો વધારો થયો છે. સુરત મનપા દ્વારા આ મિલકતના માલિકોને નોટીસો આપી બિલ્ડીંગને ઉતારી પાડવાનુ જણાવાયું છે. ત્યારે રાંદેરમાં અને પનાસમાં ગત સપ્તાહમાં બે મકાનના સ્લેબ પડ્યા હતાં. અને પનાસમાં તો નિદ્રાંધિન બાળકો સહિત પાંચ પર સ્લેબ પડતા ઘવાયા હતાં. ત્યારે રાંદેરના વખાર ઓલીમાં એક 100 વર્ષ જુના મકાનનો સ્લેબ તુટી પડ્યો હતો. જે સ્લેબ કાર પર પડતા કાર દબાઈ ગઈ હતી જો કે જાનહાની થઈ ન હતી.
0 Comments