નાનપુરા વિસ્તારમાં ઝિંગા સર્કલ પાસે બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો. એક મહિલા તેની દીકરી સાથે તે વિસ્તારમાંથી પસાર થતી હતી. તે દરમિયાન કોઈ કારણસર સામસામે બોલા બોલ ચાલુ થઈ હતી. જેણે જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો એકત્રિત હોવાથી મામલો વધુ બીચક્યો હતો. ટોળું એકત્રિત થતાં ઉગ્ર બોલાચાલી બાદ એકબીજા ઉપર પથ્થરમારો કરીને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. સ્થિતિ વધુ વણસે તે પહેલાં પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચી ગયો હતો. અઠવા પોલીસ સહિતના અન્ય પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સ્થિતિને કાબુમાં લેવા માટે પહોંચ્યા હતા. પોલીસ આવતા જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પથ્થરમારો કરનારાઓમાં પોલીસને જોતા જ નાસભાગ મચી ગઈ હતી. પથ્થરમારાના કારણે ટુ-વ્હીલર અને ફોર વ્હીલરને નુકસાન થયું હતું. ગાડીના કાચ પણ તૂટી ગયા હતા થોડા સમય માટે તો સ્થિતિ નિયંત્રણની બહાર જાય તેવું વાતાવરણ ઊભું થઈ ગયું હતું. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચતાની સાથે જ 10 થી 12 લોકોને ડિટેઈન કરી લીધા હતા. સ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સમગ્ર વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યો છે. પીસીઆર વાન સતત પેટ્રોલિંગ કરી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પથ્થરમારો કરનાર લોકોને શોધી ને કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
0 Comments